મદદ

પ્રશ્નો અને જવાબ

એપ વિશે પરિવારો જે પૂછે છે, તેના સાદા જવાબ. દરેક જવાબ આજે એપમાં જે ચાલે છે, તે પ્રમાણે જ લખ્યો છે.

ખાતું

પ્રોફાઇલ, ભાષા અને ખાતું

પ્રોફાઇલ બીજાને ક્યારે દેખાશે?

તમારું સમાજ કાર્યાલય પ્રોફાઇલ તપાસીને મંજૂર કરે, પછી જ બીજા સભ્યોને દેખાય છે. ત્યાં સુધી પ્રોફાઇલ છુપી રહે છે, અને તમે રસ મોકલી શકતા નથી.

એપની ભાષા કેવી રીતે બદલવી?

એપમાં નીચે "પ્રોફાઇલ" ટૅબ ખોલો અને "ભાષા બદલો"માં ગુજરાતી, હિન્દી કે English પસંદ કરો. નોંધણી જેવાં થોડાં પાનાં હજુ ફક્ત ગુજરાતીમાં છે.

ખાતું કેવી રીતે બંધ કરવું?

એપમાં "પ્રોફાઇલ" ટૅબમાં "ગોપનીયતા કેન્દ્ર" ખોલો અને "ખાતું કાઢી નાખો" દબાવો. પ્રોફાઇલ તરત છુપાઈ જાય છે, અને ૧૪ દિવસ પછી તમારી અંગત માહિતી કાયમ માટે કાઢી નાખવામાં આવે છે. ખાતું કાઢી નાખવું કાયમી છે: તે પાછું ચાલુ થઈ શકતું નથી.

ખાતું કાઢવાની પૂરી વિગત

પ્રોફાઇલ થોડા સમય માટે છુપાવવી છે.

"ગોપનીયતા કેન્દ્ર"માં "થોડા સમય માટે છુપાવો" ચાલુ કરો. પ્રોફાઇલ શોધ, પ્રોફાઇલ પાના અને શેર લિંક પરથી છુપાઈ જાય છે. ગમે ત્યારે બંધ કરીને પાછી બતાવી શકો.

મેચિંગ

પાત્ર, નિયમો અને નંબર

ફક્ત મારા પરગણામાં જ પાત્ર જોઈએ છે.

"મારા નિયમો"માં "મારું પરગણું જ" ચાલુ કરો. પછી તમે ફક્ત તમારા પરગણાનાં પાત્રો જોશો, અને ફક્ત તમારા પરગણાના સભ્યો જ તમારી પ્રોફાઇલ જોઈ શકશે.

ડૉક્ટર જ જોઈએ છે, બીજા સંપર્ક ન કરે.

"મારા નિયમો"માં "કોણ સંપર્ક કરી શકે" નીચે "મારી પસંદ પ્રમાણે જ" પસંદ કરો, અને જે વ્યવસાય જોઈએ તે પસંદ કરો. બીજા વ્યવસાયના સભ્યો તમને રસ મોકલી નહીં શકે.

નંબર ક્યારે દેખાય?

પ્રોફાઇલ પર નંબર ક્યારેય હોતો નથી. બન્ને પરિવાર જોડાય પછી, તમે પોતે "મારો નંબર શેર કરો" દબાવો ત્યારે જ તમારો નંબર સામેના પરિવારને દેખાય. દરેક બાજુ પોતાનો નંબર પોતે શેર કરે છે, દરેક શેરની નોંધ રહે છે, અને "સંપર્ક રદ કરો" દબાવતાં નંબર સામેની સ્ક્રીન પરથી હટી જાય છે (કોઈએ લખી લીધો હોય, તો તે પાછો લઈ શકાતો નથી).

સુરક્ષા

દસ્તાવેજ, ફોટો અને ખરાબ વર્તન

મારા દસ્તાવેજ કોણ જુએ છે?

ફક્ત તમે અને તમારા સમાજના એડમિન. એડમિન દરેક વખતે દસ્તાવેજ ખોલે તેની નોંધ રહે છે, અને મંજૂર કે નામંજૂરનો નિર્ણય ચકાસણી સંભાળનાર એડમિન જ લે છે. બીજા સભ્યોને દસ્તાવેજ ક્યારેય દેખાતા નથી.

આધાર કાર્ડ કેવી રીતે આપવું?

પહેલા ૮ આંકડા ઢાંકેલી નકલનો ફોટો (JPG કે PNG) અપલોડ કરો. વધુ સલામતી માટે સમાજમિલન નંબરવાળા ભાગ પર કાળી પટ્ટી મૂકીને જ સાચવે છે, અને અસલ છબી ક્યારેય સાચવતું નથી. આધાર નંબર લખો તો ફક્ત છેલ્લા ૪ આંકડા રહે છે.

મારો ફોટો બધા જોઈ શકે?

ના. સમાજ કાર્યાલય ફોટો મંજૂર ન કરે ત્યાં સુધી બીજાને ઝાંખો જ દેખાય છે. પછી કોણ જુએ તે તમે "ગોપનીયતા કેન્દ્ર"માં નક્કી કરો: તમારો સમાજ, કે ફક્ત જોડાણ થયેલા પરિવાર. આ નિયમ ફોટા પર જ લાગુ પડે છે, એટલે સીધી લિંકથી પણ ફોટો સાફ દેખાતો નથી.

કોઈ ખરાબ વર્તન કરે તો?

તેમની પ્રોફાઇલ પર "ફરિયાદ કરો" દબાવો; તમારા સમાજના એડમિન તપાસ કરશે. "બ્લોક કરો"થી નવો સંપર્ક તરત બંધ થાય છે. તમે પહેલાં નંબર શેર કર્યો હોય, તો "સંપર્ક રદ કરો" પણ દબાવજો.

ફરિયાદ અધિકારી

સંપર્ક

હજુ જવાબ ન મળ્યો?

પ્રોફાઇલની તપાસ તમારું સમાજ કાર્યાલય કરે છે. એપ કે ખાતા વિશેની મદદ સમાજમિલન આપે છે.

  • તમારું સમાજ કાર્યાલય

    પ્રોફાઇલની મંજૂરી, ફોટા કે દસ્તાવેજની તપાસ, અને સમાજ સભ્યપદ વિશે. પ્રોફાઇલ અને દસ્તાવેજ તેઓ જ તપાસે છે, એટલે આ કામ માટે સીધો તેમનો સંપર્ક કરો.

  • સમાજમિલન સહાય

    એપ, લૉગિન કે ખાતા વિશે મદદ માટે.

    સમાજમિલનની હેલ્પલાઇન અને ઈમેલ એપ બધા માટે ખૂલે તે પહેલાં અહીં મુકાશે. ત્યાં સુધી, મદદ માટે તમારા સમાજ કાર્યાલય સાથે વાત કરો.

  • ફરિયાદ અધિકારી

    કોઈ સભ્ય, પ્રોફાઇલ કે તમારી માહિતીના ઉપયોગ વિશે ફરિયાદ હોય તો. એપમાં કોઈ પણ પ્રોફાઇલ પર "ફરિયાદ કરો" પણ દબાવી શકો.

  • બીજો કોઈ પ્રશ્ન?

    કયા કામ માટે કોનો સંપર્ક કરવો, તે સંપર્કના પાના પર લખ્યું છે.

સ્નેહ નિમંત્રણ

સહપરિવાર આપનું હાર્દિક સ્વાગત છે