એપ કેવી રીતે મેળવવી

સમાજમિલન એપ કેવી રીતે મેળવવી

સમાજમિલન Android ફોન માટેની એપ છે. પહેલી વાર ખોલો ત્યારે ભાષા પસંદ કરો: ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી.

Google Play પર આવી રહી છે

એપ હજુ Google Play પર આવી નથી. હાલ સમાજ કાર્યાલય પોતાના સભ્યોને એપ આપે છે, એટલે એપ માટે તમારા સમાજ કાર્યાલયને પૂછો.

Google Play પર આવશે ત્યારે તેની સાચી લિંક આ જ પાના પર મુકાશે.

કોઈ અજાણી વ્યક્તિએ મોકલેલી લિંક પરથી સમાજમિલન ઇન્સ્ટોલ ન કરો. શંકા હોય તો તમારા સમાજ કાર્યાલયને પૂછો.

iPhone માટે એપ હજુ નથી.

નમૂનો

ઇન્સ્ટોલ પછી

ચાર પગલાંમાં શરૂઆત

  1. ૧. મોબાઇલ નંબરથી લૉગિન

    ૬ આંકડાનો લૉગિન કોડ લખો. પાસવર્ડ યાદ રાખવાનો નથી.

  2. ૨. પ્રોફાઇલ, ૬ પગલાંમાં

    પોતાના માટે, કે દીકરા, દીકરી કે કોઈ સગાં માટે. ભરેલી વિગત સચવાતી રહે છે.

  3. ૩. સમાજ કાર્યાલયની તપાસ

    મંજૂરી મળે ત્યાં સુધી પ્રોફાઇલ કોઈને દેખાતી નથી.

  4. ૪. પાત્રો જુઓ, રસ મોકલો

    મંજૂરી પછી તમારા જ સમાજનાં પાત્રો દેખાય છે.

જાણવા જેવું

શરૂ કરતાં પહેલાં

  • Android ફોન

    એપ Android ફોનમાં ચાલે છે. iPhone માટે એપ હજુ નથી.

  • તમારો મોબાઇલ નંબર

    તમે આ નંબરથી લૉગિન કરો છો. તમારો નંબર કોઈ પ્રોફાઇલ પર દેખાતો નથી; જોડાણ પછી તમે પોતે શેર કરો ત્યારે જ સામેના પરિવારને દેખાય.

  • તમારો સમાજ

    પ્રોફાઇલ તમારા સમાજનું કાર્યાલય તપાસે અને મંજૂર કરે છે, અને પાત્રો તમારા જ સમાજમાંથી દેખાય છે.

  • ભાષા

    ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી; ગમે ત્યારે "પ્રોફાઇલ" ટૅબમાં બદલી શકો. નોંધણી જેવાં થોડાં પાનાં હજુ ફક્ત ગુજરાતીમાં છે.

  • ફક્ત લગ્ન માટે

    સમાજમિલન ફક્ત લગ્ન-પરિચય માટે છે. આ ડેટિંગ એપ નથી.

સ્નેહ નિમંત્રણ

સહપરિવાર આપનું હાર્દિક સ્વાગત છે

કોઈ પ્રશ્ન હોય, તો પરિવારો પૂછે છે તે પ્રશ્નોના જવાબ જુઓ.