ફરિયાદ નિવારણ
ફરિયાદ અધિકારી
સમાજમિલન વિશે કોઈ પણ ફરિયાદ હોય, જેમ કે કોઈ સભ્યનું વર્તન, કોઈ પ્રોફાઇલ કે ફોટો, તમારી માહિતીનો ઉપયોગ, કે સમાજ કાર્યાલયનો કોઈ નિર્ણય, તો તે અમારા ફરિયાદ અધિકારીને લખી શકાશે. માહિતી ટેકનોલોજી નિયમો, ૨૦૨૧ મુજબ સમાજમિલન ચલાવતી કંપનીએ ફરિયાદ અધિકારી રાખવા જરૂરી છે. તેમનું નામ, ઈમેલ અને ફોન નંબર એપ બધા માટે ખૂલે તે પહેલાં આ પાના પર મુકાશે.
અમારી સમયમર્યાદા
- ૨૪કલાકમાં
- ફરિયાદ મળ્યાની જાણ
- ૧૫દિવસમાં
- ફરિયાદનો નિકાલ
સંપર્ક
ફરિયાદ અધિકારીનો સંપર્ક
ફરિયાદ અધિકારીની વિગત અહીં મુકાય ત્યાં સુધી, એપમાં પ્રોફાઇલ પર "ફરિયાદ કરો" દબાવો, કે તમારા સમાજ કાર્યાલય સાથે વાત કરો. કોઈ જોખમમાં હોય, તો તરત 112 પર ફોન કરો.
ફરિયાદ અધિકારી
ફરિયાદ અધિકારીનું નામ, ઈમેલ અને ફોન નંબર એપ બધા માટે ખૂલે તે પહેલાં આ જ પાના પર મૂકવામાં આવશે.
કંપની
- નામ
- ZeniaPex Private Limited
- CIN
- U62013GJ2024PTC156483
કંપનીનું નોંધાયેલું સરનામું એપ બધા માટે ખૂલે તે પહેલાં અહીં મુકાશે.
ફરિયાદ પછી
તમારી ફરિયાદ કેવી રીતે આગળ વધે છે
૧. ફરિયાદ લખો
ફરિયાદ અધિકારીની વિગત અહીં મુકાય પછી, ઈમેલ કે ફોનથી તેમને સીધું. ત્યાં સુધી, એપમાં "ફરિયાદ કરો" દબાવો કે તમારા સમાજ કાર્યાલય સાથે વાત કરો.
૨. મળ્યાની જાણ
૨૪ કલાકમાં જણાવીએ કે ફરિયાદ મળી છે.
૩. તપાસ અને નિકાલ
૧૫ દિવસમાં તપાસ કરી, નિર્ણય અને તેનું કારણ જણાવીએ.
૪. અપીલ
સંતોષ ન થાય તો ૩૦ દિવસમાં સરકારી સમિતિ સમક્ષ.
૨૪ કલાકમાં પગલાં
ફરિયાદ એવા ફોટા કે સામગ્રી વિશે હોય, જે તમારા અંગત ભાગ દર્શાવે, તમને નગ્ન કે જાતીય રીતે દર્શાવે, કે તમારા નામે બનાવેલી ખોટી પ્રોફાઇલ હોય (મોર્ફ કરેલા ફોટા સહિત), તો તે દૂર કરવા અમે ફરિયાદ મળ્યાના ૨૪ કલાકમાં પગલાં લઈએ છીએ.
ફરિયાદમાં શું લખવું
આટલું લખશો, તો તપાસ ઝડપી થશે
- તમારું નામ, અને તમે સભ્ય હો તો એપમાં નોંધાયેલો મોબાઇલ નંબર.
- જે પ્રોફાઇલ વિશે ફરિયાદ છે, તેનો પ્રોફાઇલ નંબર. એપમાં પ્રોફાઇલ ખોલો: નંબર ઉપર લખેલો હોય છે.
- શું થયું અને ક્યારે, ટૂંકમાં અને તારીખ સાથે.
- મદદરૂપ થાય એવા સ્ક્રીનશોટ, જેમ કે સંદેશા કે પ્રોફાઇલના.
- તમે શું ઇચ્છો છો: જેમ કે ફોટો દૂર કરવો, પ્રોફાઇલ સુધારવી, કે કોઈ નિર્ણય ફરી જોવો.
- બીજા વતી લખો, તો તેમની સાથેનો સંબંધ, જેમ કે માતા કે પિતા.
- એપમાં પહેલાં ફરિયાદ કરી હોય, તો ક્યારે કરી હતી.
આ ક્યારેય ન મોકલો
- આધારનો પૂરો નંબર. આધારનો ફોટો મોકલો, તો પહેલા ૮ આંકડા ઢાંકીને જ.
- એપમાં લૉગિન માટેનો કોડ (OTP). તે કોઈને ન આપો, અમને પણ નહીં.
- બાળકને જાતીય રીતે દર્શાવતી કોઈ પણ સામગ્રી. ફક્ત પ્રોફાઇલ નંબર લખો, અને પોલીસને જાણ કરો.
ઝડપી રસ્તા
ઘણી વાતનો ઉકેલ એપમાં જ છે
કોઈ હેરાન કરે છે
પ્રોફાઇલ પર "બ્લોક કરો" દબાવો: એ જ ઘડીથી સંપર્ક બંધ થાય છે. "ફરિયાદ કરો" દબાવશો, તો સમાજ કાર્યાલય તપાસ કરશે.
ફરિયાદ અને બ્લોક વિશેપ્રોફાઇલની મંજૂરી કે દસ્તાવેજ
આ કામ તમારું સમાજ કાર્યાલય કરે છે, એટલે પહેલાં તેમનો સંપર્ક કરો.
સંપર્કની બધી રીતખાતું અને માહિતી કાઢવી
એપમાં ગોપનીયતા કેન્દ્ર ખોલી "ખાતું કાઢી નાખો" દબાવો.
ખાતું કાઢવાની પૂરી વિગતબાળક સંબંધી કોઈ પણ બાબત
પ્રોફાઇલ પર "ફરિયાદ કરો" દબાવો, તરત તમારા સમાજ કાર્યાલયને જણાવો, અને પોલીસને પણ જાણ કરો: 112 પર ફોન કરો, કે cybercrime.gov.in પર ફરિયાદ કરો. બાળકો માટેની હેલ્પલાઇન: 1098.
બાળ સુરક્ષાના ધોરણો
અપીલ
નિર્ણયથી સંતોષ ન થાય તો
ફરિયાદ અધિકારીનો નિર્ણય મળ્યાના ૩૦ દિવસમાં, તમે ભારત સરકારે રચેલી ફરિયાદ અપીલ સમિતિ (Grievance Appellate Committee) સમક્ષ ઑનલાઇન અપીલ કરી શકો છો.
- ફરિયાદ અપીલ સમિતિgac.gov.in
ગુનો હોય તો પોલીસ પાસે
છેતરપિંડી, ધમકી કે બાળક સંબંધી ગુનો હોય, તો પોલીસ પાસે જવાનો તમારો હક હંમેશાં છે.
- તાત્કાલિક મદદ112
- સાયબર ગુનાની હેલ્પલાઇન1930
- ઑનલાઇન ફરિયાદcybercrime.gov.in