નિયમો અને નીતિ

સમુદાય માર્ગદર્શિકા

સમાજમિલન પરિવારોનું મંચ છે. અહીં સૌ દીકરા, દીકરી કે પોતાના માટે જીવનસાથી શોધવા આવે છે. એટલે અહીં વર્તન પણ એવું જ રાખીએ, જેવું સમાજના કોઈ પ્રસંગમાં રાખીએ છીએ.

આવૃત્તિ v1.0પ્રારંભ પહેલાંનો મુસદ્દો, કાનૂની સમીક્ષા બાકી છે

એક વાત યાદ રાખો

દરેક પરિવારને એ જ માન આપો, જે તમે તમારા પોતાના પરિવાર માટે ઇચ્છો છો.

સૌ પાસેથી અપેક્ષા

અહીં સૌ આમ વર્તે

  • દરેક સાથે આદરથી વાત કરો

    વાત આગળ વધે કે ન વધે, ભાષા વિવેકી રાખો. સામે ઉમેદવાર હોય કે તેમનાં માતા-પિતા, સૌને સરખું માન આપો.

  • સાચી માહિતી જ આપો

    નામ, ઉંમર, ભણતર, કામ, લગ્નની સ્થિતિ અને સમાજ-પરગણાની વિગત સાચી લખો. ફોટો તાજેતરનો અને એ જ વ્યક્તિનો હોય, જેની પ્રોફાઇલ છે. બીજા વતી પ્રોફાઇલ બનાવો, તો તેમની સંમતિ લો.

  • કોઈ "ના" પાડે તો સ્વીકારો

    સામેનો પરિવાર ના પાડે, કે જવાબ જ ન આપે, તો વારંવાર સંદેશ ન મોકલો. સગાં કે ઓળખીતા દ્વારા દબાણ ન કરાવો, અને ફરી સંપર્ક કરવા નવી પ્રોફાઇલ ન બનાવો.

  • ફક્ત લગ્ન માટે

    સમાજમિલન ફક્ત જીવનસાથી શોધવા માટે છે. ડેટિંગ, ધંધો, વેચાણ કે નંબર ભેગા કરવા માટે તેનો ઉપયોગ ન કરો.

  • મળેલી વિગત સાચવીને રાખો

    કોઈ પરિવાર તમને નંબર કે ફોટો બતાવે, તો એ ફક્ત તમારા પરિવારના નિર્ણય માટે છે. તેને ઘરમાં જ રાખો.

  • સંબંધ નક્કી થાય એટલે જણાવો

    લગ્ન નક્કી થાય એટલે એપમાં "લગ્ન થઈ ગયા" દબાવી પ્રોફાઇલ બંધ કરો, જેથી બીજા પરિવારો રાહ ન જુએ.

બિલકુલ નહીં

આ બાબતો અહીં બિલકુલ ચાલતી નથી

આમાંથી કંઈ પણ થાય, તો પ્રોફાઇલ સસ્પેન્ડ થઈ શકે છે કે કાયમ માટે દૂર થઈ શકે છે.

  • પૈસાની માંગણી

    કોઈ પણ કારણે પૈસા, ભેટ કે મદદ માગવી મનાઈ છે: ફી, મુસાફરી, બીમારી, વિદેશ જવાનો ખર્ચ, કંઈ પણ. કોઈ પૈસા માગે, તો ક્યારેય ન મોકલો અને તરત "ફરિયાદ કરો" દબાવો.

  • બીજાનો નંબર કે ફોટો આગળ મોકલવો

    કોઈનો ફોન નંબર, ફોટો કે બાયોડેટા તેમની મંજૂરી વગર બીજાને મોકલવો, WhatsApp ગ્રુપમાં કે સોશિયલ મીડિયા પર મૂકવો મનાઈ છે. સ્ક્રીનશોટ પણ નહીં.

  • નફરત અને જ્ઞાતિ આધારિત અપમાન

    કોઈના સમાજ, જ્ઞાતિ, ગોળ, પરગણા, ધર્મ, રંગ, દેખાવ કે અપંગતા વિશે અપમાન કે નફરતભરી વાત મનાઈ છે.

  • હેરાનગતિ અને દબાણ

    ના પછી પણ વારંવાર સંદેશ, ધમકી, અશ્લીલ કે અયોગ્ય સંદેશ, કોઈનો પીછો કરવો કે કોઈ પર દબાણ કરવું સખત મનાઈ છે.

  • ખોટી પ્રોફાઇલ

    બીજાના નામે કે બીજાના ફોટાથી પ્રોફાઇલ બનાવવી, ખોટી ઉંમર કે ખોટું ભણતર લખવું, કે પરિણીત હોવા છતાં પ્રોફાઇલ ચાલુ રાખવી મનાઈ છે.

બાળ સુરક્ષા

બાળકોના જાતીય શોષણ અને દુરુપયોગ સામે શૂન્ય સહનશીલતા

સમાજમિલન ફક્ત ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે. બાળકોનું જાતીય શોષણ અને દુરુપયોગ અહીં સંપૂર્ણ મનાઈ છે. તેમાં આ બધું આવી જાય છે:

  • બાળકને જાતીય રીતે દર્શાવતી કોઈ પણ સામગ્રી (CSAM), ફોટો, વીડિયો, ચિત્ર કે લખાણ: તે બનાવવી, મોકલવી, માગવી કે પાસે રાખવી.
  • જાતીય ઇરાદાથી કોઈ બાળક સાથે મિત્રતા કે સંપર્ક.
  • પૈસા કે બીજા લાભ માટે બાળકનો ઉપયોગ, કે બાળકોની હેરફેર.
  • ૧૮ વર્ષથી નાની વ્યક્તિની પ્રોફાઇલ, કે બાળલગ્નની વાત.

આવું ખાતું તરત બંધ થાય છે, કાયમ માટે પ્રતિબંધિત થાય છે, અને કાયદા મુજબ પોલીસને જાણ કરાય છે.

બાળ સુરક્ષાના ધોરણો વાંચો

ફરિયાદ અને બ્લોક

કંઈ ખોટું લાગે તો

બન્ને રીત દરેક પ્રોફાઇલ પર છે, અને બન્ને તરત કામ કરે છે. જરૂર લાગે તો બન્ને સાથે કરી શકો.

ફરિયાદ કરો

  1. ૧. જે પ્રોફાઇલ વિશે ફરિયાદ છે, તે ખોલો.
  2. ૨. "ફરિયાદ કરો" દબાવો.
  3. ૩. સૌથી નજીકનું કારણ પસંદ કરો. ફરિયાદ એ પ્રોફાઇલના સમાજ કાર્યાલય સુધી પહોંચે છે.

ફરિયાદનાં કારણો

  • ખોટી પ્રોફાઇલ
  • ખોટી માહિતી
  • અયોગ્ય ફોટો
  • હેરાનગતિ
  • છેતરપિંડી
  • પહેલેથી પરિણીત
  • સમાજની ખોટી વિગત
  • બીજું કંઈ

એપમાં આ કારણો હાલ અંગ્રેજીમાં દેખાય છે.

કોણે ફરિયાદ કરી, તે સામેના પરિવારને જણાવવામાં આવતું નથી.

બ્લોક કરો

પ્રોફાઇલ પર "બ્લોક કરો" દબાવો. એ જ ઘડીથી સંપર્ક બંધ થાય છે.

બ્લોક બન્ને બાજુ લાગુ પડે છે: તમે એકબીજાને શોધમાં નહીં જુઓ, એકબીજાને રસ નહીં મોકલી શકો અને ચેટ નહીં કરી શકો.

ફરિયાદ પછી

ફરિયાદ પછી શું થાય છે

  1. ૧. સમાજ કાર્યાલય તપાસે

    એ પ્રોફાઇલના સમાજના અધિકૃત એડમિન ફરિયાદ વાંચી તપાસ કરે છે.

  2. ૨. નિર્ણય લેવાય

    નીચેના ચાર નિર્ણયમાંથી એક લેવાય છે.

  3. ૩. બન્ને પક્ષને જાણ

    ફરિયાદ કરનારને પરિણામ એપમાં હંમેશાં જણાવાય છે.

  4. ૪. ગંભીર હોય તો પોલીસ

    છેતરપિંડી, ધમકી કે બાળક સંબંધી બાબતમાં પોલીસને પણ જાણ કરો.

શક્ય નિર્ણય

  • કંઈ કરવાની જરૂર નથી
  • સભ્યને ચેતવણી
  • પ્રોફાઇલ સસ્પેન્ડ, એટલે કે કોઈને ન દેખાય
  • પ્રોફાઇલ "લગ્ન થઈ ગયા" તરીકે બંધ

ફરિયાદ કરનારને પરિણામ જણાવાય છે, ભલે કંઈ કરવાની જરૂર ન પડી હોય. ચેતવણી કે સસ્પેન્ડ થાય, તો એ સભ્યને પણ જાણ કરાય છે.

પોલીસનો સંપર્ક

  • તાત્કાલિક મદદ112
  • સાયબર ગુનાની હેલ્પલાઇન1930
  • ઑનલાઇન ફરિયાદcybercrime.gov.in

ફરિયાદ અધિકારી

નિર્ણયથી સંતોષ ન થાય તો

અમારા ફરિયાદ અધિકારી ફરિયાદ તપાસે છે: ફરિયાદ મળ્યાની જાણ ૨૪ કલાકમાં, અને નિકાલ ૧૫ દિવસમાં.

ફરિયાદ અધિકારીનું નામ, ઈમેલ અને ફોન નંબર એપ બધા માટે ખૂલે તે પહેલાં ફરિયાદ અધિકારીના પાના પર મૂકવામાં આવશે. ફરિયાદ અધિકારીનું પાનું

ફરિયાદ કેવી રીતે કરવી, તેની પૂરી વિગત

સ્નેહ નિમંત્રણ

સહપરિવાર આપનું હાર્દિક સ્વાગત છે

આ નિયમો સૌ પાળે, એટલે દરેક પરિવાર નિશ્ચિંત રહી શકે.